Good morning messages received from best friends makes happy of whole day.
If you want to send good morning msg Gujarati to your best friends, and colleagues in every morning then get good morning message in Gujarati language from here.
I wrote a list of top 10+ good morning msg Gujarati for those people who understands Gujarati language.

Good morning msg Gujarati
સુખ તો સવાર જેવું હોય છે,
માંગવાથી નહીં જાગવાથી મળે છે !!
શુભ સવાર
શબ્દનો ઉપયોગ ત્યારે જ કરો,
જયારે એ મૌન કરતા વધારે કીમતી હોય
ધાર્યું ‘પરિણામ’ મેળવવું હોય તો,
પહેલા ‘અણધાર્યું’ કરવું પડે!
જિંદગીમાં કંઇક બનવું છે એવા સપના ના જુઓ,
પણ મારે કંઇક કરી બતાવવું છે એવા સપના જુઓ!
શુભ સવાર રાધે રાધે
જીભ તો જન્મના પહેલે દિવસે જ મળી
જાય છે પણ એના ઉપયોગ ની કળા
મેળવવા આખી જિંદગી નીકળી જાય છે
“તમારો દિવસ શુભ રહે”
સમય ખૂબ જ કિંમતી છે.
માટે સમય એને જ આપો જે એની કિંમત કરતુ હોય.
અત્તરની શીશી ગમે તેટલી મહેકતી હોય
પતંગિયા તેના પર કદી નથી બેસતા.
જેટલા ઓરીજીનલ રહેશો એટલા જ પ્રિય રહેશો.
એ સંબંધોની ઉંમર ખુબ લાંબી હોય છે,
જ્યાં એકબીજાને પારખવાને બદલે સમજવામાં આવે છે !!
જો શાંતિ થી જીવવું હોય તો…
બીજા ને બદલવા કરતા પોતાને બદલો…
કાંકરા થી બચવા ચપ્પલ પહેરાય સાહેબ
આખી દુનિયા માં જાજમ ના પથરાય…
દરેક વખતે શરીરમાં વિટામીન જ ઘટે એવું જરૂરી નથી.
ક્યારેક વ્યક્તિત્વનો પણ રિપોર્ટ કઢાવવો જોઈએ.
શું ખબર … ?
કદાચ ‘માણસાઈ’ પણ ઘટતી હોય.
કોઈ ને એટલી જ સલાહ આપો…
જેટલી એ સમજી શકે કેમ કે…
ડોલ ભરાય પછી પાણી નો બગાડ જ થાય છે.
મુંજાય છે શું મનમાં,
સમય જતાં વાર નથી લાગતી,
કાંકરાને રેતીમાં બદલાતા વાર નથી લાગતી,
પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,
હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી…
આંસુ ત્યારે નથી આવતા જયારે… આપણે કોઈક ને ભૂલી જઈએ છે.
આંસુ તો ત્યારે આવે છે… જયારે કોઈક ને ભૂલી નથી શકતા.
“વિશ્વનું સૌથી સુંદર સંગીતે એ તમારા
પોતાના ધબકારા છે કારણ કે
ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે,
તેથી હંમેશા હૃદયની વાત સાંભળો.”
ગરીબીમાં… બાળપણ ચાલ્યું ગયું,
જવાબદારીમાં… જવાની ચાલી જશે,
શરીર અને પરીવારને સાચવતાં…
આ જિંદગી સપના જોતાં ચાલી જશે.
એટલે જ કહું છું….
આજ ને માણી લો, કાલની ચીંતા છોડી દો કારણ કે…
ભોગવે એજ ‘ભાગ્યશાળી’
જીવન ની મીઠાસ માણવા માટે
કડવા અનુભવો થવા જરૂરી છે.
સુપ્રભાત તમારો દિવસ શુભ રહે
ગુલાબની જેમ ખુશ્બ ફેલાવતા રહો,
પવનની જેમ શીતળતા રેલાવતા રહો,
મળ્યુ છે અમૂલ્ય માનવજીવન,
સદા હસતાં રહો અને હસાવતાં રહો !
Read Also- Relationship love quotes in Gujarati
Good Morning message in Gujarati Language
વર્ષ ભલે બદલાયું, લાગણીઓ અકબંધ રહેશે..!!
તમે ત્યાંથી શુભ લખો અને… હું અહીંથી લાભ લખુ એ જ આપણી “લાભપાંચમ”.
આપને તથા આપના પરીવારને લાભપાંચમની ખુબ ખુબ શુભકામના
લક્ષ્ય વગરની દોડ એ ગતી છે.!!
જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે.
રંગ બદલતી જીંદગી માં, પણ રંગત હતી,
જયારે ખુદ સાથે ખુદ ની સંગત હતી,
કાચ ઉપર “પારો” ચડાવો તો “અરીસો” બની જાય છે. અને…
કોઈને “અરીસો” દેખાડો તો “પારો” ચડી જાય છે.
કોઈ સ્થળે આપણે સમાવું હોય તો,
એ સ્થાન કરતા આપણે નાનું થવું પડે,
પછી એ સ્થાન કોઈનું હ્રદય પણ કેમ ન હોય !
ઘર મા ફૂલદાની, પાનદાની, મચ્છરદાની કે અત્તરદાની હોય પણ…
ખાનદાની નહીં હોય તો બધું વ્યર્થ છે
ખરાબ સમય જિંદગીમાં એમ જ નથી આવતો,
પોતાનામાં છુપાયેલા પરાયા અને પરાયા માં છુપાયેલા પોતાના નો પરિચય કરાવવા આવે છે..!
વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો
સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચે થી પસાર
થાય છે તે જ સાચી જિંદગી છે”
જે વસ્તુ તમને CHALLENGE કરી શકે છે,
એ જ તમને CHANGE કરી શકે છે..!!
કોઇ જીવ ને ભલે ચણ ન નાખો પણ…
કોઈ ના જીવન મા અડચણ તો ન જ નાખો.
સંજોગો સામે લડતા સિખો,
આશું પી ને હસતા સીખો,
દુનિયા માં રહેવું હોય તો દુનિયા થી ડરો નહીં,
દુનિયા તો દરિયો છે, આ દરિયા માં તરતા શીખો.
જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો,
રાત છે તો શું, સવારની રાહ જુઓ,
મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા,
પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.
આ જીન્દગી એક ટુંકો પ્રવાસ છે,
ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે…
સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે અને…
ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ છે..
કૃષ્ણ એ ગીતા મા કહ્યુ છે કે…
મારા પર ભરોસો રાખો
પણ એવુ નથી કહ્યુ કે…
મારા ભરોસે બેસી રહો.
વૃત્તિ શ્રેષ્ઠ હોય તો…
કોઇ પણ પ્રવૃત્તિ શ્રેષ્ઠ જ થવાની…!
હાથની રેખાઓ જોવા થી કઈ નથી થતુ સાહેબ…
મહેનત કરવાથી જ કંઈક મળે છે.
જે દિવસે મહેનત કરીને… તમારા હાથની રેખાઓ ભૂંસાઈ ગઈ હશે…
એ દીવસે તમે મહાન હશો.
જીંદગી બદલવા માટે, લડવું પડે છે,
અને જીંદગી સહેલી કરવા માટે,
સમજવું પડે છે સાહેબ ….
મોજ તો મન થી થઈ શકે,
ધન થી તો ચુકવણી જ થાય..
મનમાં… પવિત્રતા અને પાયામાં… નીતિ હશે તો…
જીવન માં પરિક્ષા આવી શકે પરંતુ… સમસ્યા તો નહીં જ આવે…
એકાંત માં…
પોતાના વિચારો પર અને…
જાહેર માં…
પોતાના શબ્દો પર… કાબૂ રાખનાર વ્યક્તિ…
દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે.
પિતાનો ઠપકો ખાધેલા સંતાનો,
શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ,
અને સોનીએ ટીપેલું સોનું,
આ બધા છેવટે ઘરેણાં જ થાય…!
શુભ સવાર
રવિવાર સવાર નાં આ ગુલાબનાં ફૂલ ખાસ
તમારા માટે ઈશ્વર તમને સદાય આ ફૂલોની
જેમ ખુશ અને મહેકતા રાખે એવી મારા દિલ
થી શુભકામનાઓ …!!