Top 10+ Relationship love quotes in Gujarati (2022)

Here you will find relationship love quotes in Gujarati language to express love.

It will help you to make you fall in love with your lover.’

Relationship love quotes in Gujarati

Relationship love quotes in Gujarati

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું
અને થયી જાય પછી,
તેનું કોઈ નિવારણ નથી હોતું.

ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો ત્યારનો અનુભવ ખાસ હોય છે
કેમ કે ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે.

ક્યારેક તેણે જ કહ્યું હતું કે તારા વગર મારે સવાર નથી પડતી અને આજે આખો દિવસ વીતી જાય છે મારા વગર!!!!

ઓય દિકું…. આતો તારો પ્રેમ છે એટલે I Love You કહેતા આવડ્યું બાકી, અમને તો A, B, C, D માં પણ માર પડતો

જેને પ્રેમ કરો છો તેને મેળવી શકતા નથી
જેને મેળવી શકો છો તેને પ્રેમ કરી શકતા નથી

ગઈ કાલે તને પ્રેમ કરતો હતો,
આજે પણ તને પ્રેમ કરું છુ, અને
કાલે પણ કરતો રહીશ…

હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું.

મારી જીંદગી પર તમારી એવી અસર છે કે…
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો,,,જ્યારે ,,,,,,
મારા માટે આખી દુનિયા જ તમે છો…

તમને જોયાને વરસો વીતી ગયા હોય એવું લાગે છે
આજ પણ તમારી યાદ મારી આ આખો જાગે છે

ના આવે કદી તને દુઃખ તેવો હુ યાર બની જાઉં
તારી આંખ માં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં

તમે પ્રેમ કર્યા પછી ક્યારેય હારતા નથી.

સામ સામે દલીલ કરીને સંબંધ બગાડતા તો બધાને આવડે
પણ જતુ કરીને સબસં સાચવતા તો કોઈક ને જ આવડે

બધા સંબંધો ને નામ ની જરૂર નથી,
બસ કોઈક પારકું પોતાનું લાગે એજ “પ્રેમ”

મળે જો રાહમાં તો કેહજો એમને અમે યાદ કરતા હતા
આમ પોતાના થી રીસાઈ ને જાય એની ફરીયાદ કરતા હતા

તારી આંખ નો ઈશારો માત્ર કાફી હતો
મારો તો વર્ષો થી તારો જ થવા નો ઈરાદો હતો

પ્રેમ એ સંજ્ઞા કરતાં ક્રિયાપદ વધારે લાગે છે,
તેમાં અનુભૂતિની સાથે કાળજી, વહેંચણી, સહાય, બલિદાન પણ છે.

ક્યારેક ક્યારેક મને એક પ્રશ્ન સતાવે છે
અમે મળ્યાં જ કેમ જ્યારે એ મને મળવાના જ ન હતા

હું ક્યાં કહું છું કે તારો સાથ આખી જિંદગી જોઈએ છે
તારો સાથ હોય જ્યાં સુધી એટલી જ જિંદગી જોઈએ છે

જો તમને કોઈ ખુબજ પ્રેમ કરતું હોય તો તે તમને મજબૂત બનાવશે,
જ્યારે તમે કોઈ ને ખૂબ ઊંડાણ થી પ્રેમ કરશો તો તે તમને સાહસિક બનાવશે.

ઘડીક શ્વાસ રોકીને જોજે
ના રહેવાય તો સમજી જજે
કે મને તારી એટલી જ જરૂર છે

આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની
હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે

તારી ખુશી માટે હારી જવું ગમે છે કારણ કે
એવી મારી ખુશી જ શું કામની જેમાં તારી જીત જ ના હોય

Read Also- Good Night Shayari in Gujarati

Husband Wife relationship love quotes in Gujarati

પ્રેમ એટલે…. તે લીધેલા શ્વાસનો, મે કરેલો અહેસાસ…

રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે.

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

આટલા દર્દ સહન કરી હવે એટલુ સમજાઈ ગયું કે ખૂબ લાગણી રાખનાર વ્યક્તિ હમેશા પછતાય છે.

તમે નજરો થી દૂર છો દિલ થી નહિ
યાદ દિલ થી કરાય નજરો થી નહિ

વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા
યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા
કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી
જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા

પ્રેમ કરવો ઘણો જ સરળ છે
જેમ માટી ઉપર માટી થી લખવુ
પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે
જેમ પાણી ઉપર પાણી થી લખવુ

તમારો વિચાર મને જાગૃત રાખે છે,
તમારા સ્વપ્ન જ મને સુવાડે છે,
તમારો સાથ જ મને જીવંત બનાવે છે

મારે તમારી એટલીજ આવશ્યકતા છે જેટલી આ હૃદય ને ધબકારા ની.

તમારા કારણે જ હું પ્રેમ શું છે એ જાણી શક્યો

જો તમે 100 દિવસ જીવવા માંગશો તો હું 99 દિવસ જીવિશ પરંતુ હું એક પણ દિવસ તમારા વગર નહીં રહી શકું

પ્રેમ માં ઊંઘવા કરતાં જાગવું વધુ ગમે છે
કારણકે
ત્યારે સપના કરતાં હકીકત વધારે સુંદર હોય છે.

પ્રેમ પવન જેવો છે, તમે તેને જોઈ શકતા નથી પણ તમે અનુભવી શકો છો.

સાચો પ્રેમ એ આત્મા ને જાગૃત કરે છે,
હૃદય ની અગ્નિ ને રોકે છે
અને
મન ને શાંતિ આપે છે.

એક સાચો જીવન સાથી અરીસા જેવો હોય છે જે તમને હમેશા સત્ય થી અવગત કરાવે છે.

તમારો મિત્ર બનવું એ મારી ઈચ્છા હતી
જ્યારે,
તમારો પ્રેમી બનવું એ મારુ સ્વપ્ન હતું.

રોમાંસ એ એક ગ્લેમર છે જે રોજિંદા જીવનની ધૂળને સોનેરી ઝાકમાં ફેરવે છે.

એક શબ્દ આપણને જીવનના તમામ વજન અને પીડામાંથી મુક્ત કરે છે:
તે શબ્દ “પ્રેમ “છે

મને આદત નથી દરેક પર ફિદા થવાની
પણ તારામાં કંઈક વાત એવી હતી કે
આ દિલે વિચારવાનો સમય જ ના આપ્યો

ઉમર તમને પ્રેમ કરવાથી રોકી શક્તિ નથી પરંતુ પ્રેમ તો ઉમર ને પણ રોકી શકે છે.

પ્રેમ એક ભાવના છે જેનો અનુભવ ઘણા લોકો એ કર્યો હશે પરંતુ તેને ખુબજ ઓછા લોકો માણી શક્યા હશે

જીવન એ પહેલી, પ્રેમ બીજી અને સમજણ એ ત્રીજી ભેટ છે.

સ્વપ્ન એટલે એવી જગ્યા કે જ્યાં
તું ન હોય છતાં તને મળી શકાય

બેશક મારા જેવા દુનિયામાંં હજારો હશે
પણ મારી દુનિયામાં તારા જેવુ કોઈ નથી

આજે પણ મહેફિલ માં જ્યારે પ્રેમ ની વાત આવે છે
સૌથી પહેલા અમારી સામે તમારો જ ચહેરો આવે છે

સાચું કહું તો તારા એક Hug મા જે સુકુન છે ને,
એવું સૂકુન તો દુનિયાના કોઈ પણ ખુણામાં નથી !!

Leave a Comment